Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કલોલનાં સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ એક કંપનીમાં ભીષણ આગ, આ આગમાં ત્રણ કર્મચારીઓ દાઝ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર જિલ્લાનાં કલોલ તાલુકામાં આવેલ સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ મીણ બનાવતી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કંપનીના ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. કંપનીમાં આગ લાગવાના કારણે ત્યાં કામ કરી રહેલા ત્રણ કર્મચારીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઘટનાને પગલે આસપાસના લોકો અને કંપનીના અન્ય સ્ટાફ દ્વારા તાત્કાલિક ત્રણેય ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. વેક્સ કેમિકલ હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને જોતા તાત્કાલિક અલગ-અલગ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. હાલ આગ પર કાબૂ મેળવવા માટે અમદાવાદ, કલોલ, ગાંધીનગર અને કડીની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવીને આગને ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી હતી.(file photo)