તાજા સમાચાર
થાઈલેન્ડે હવે 90થી વધુ દેશો માટેની 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરશે | અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા હજારો ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી એક મોટો ઝટકો | ઓડિશાનાં ગંજમ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માત : બસ-રીક્ષાનાં અકસ્માતમાં છ શ્રદ્વાળુઓનાં મોત નીપજયાં | કર્મચારીઓનાં ખર્ચમાં ઘટાડો અને વ્યાજના બોજમાં ઘટાડો થવાથી ભારતીય કંપનીઓને ફાયદો થયો | આરબીઆઇએ નાણાંકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને આશરે 2.87 લાખ કરોડ રૂપિયાનો રૅકોર્ડબ્રેક સરપ્લસ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તમામ પેટ્રોલ પંપો માટે કડક આદેશ જાહેર કર્યો, જાણો શું છે આ આદેશ |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
થાઈલેન્ડે હવે 90થી વધુ દેશો માટેની 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરશે | અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા હજારો ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી એક મોટો ઝટકો | ઓડિશાનાં ગંજમ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માત : બસ-રીક્ષાનાં અકસ્માતમાં છ શ્રદ્વાળુઓનાં મોત નીપજયાં | કર્મચારીઓનાં ખર્ચમાં ઘટાડો અને વ્યાજના બોજમાં ઘટાડો થવાથી ભારતીય કંપનીઓને ફાયદો થયો | આરબીઆઇએ નાણાંકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને આશરે 2.87 લાખ કરોડ રૂપિયાનો રૅકોર્ડબ્રેક સરપ્લસ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તમામ પેટ્રોલ પંપો માટે કડક આદેશ જાહેર કર્યો, જાણો શું છે આ આદેશ |

ઓડિશાનાં ગંજમ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માત : બસ-રીક્ષાનાં અકસ્માતમાં છ શ્રદ્વાળુઓનાં મોત નીપજયાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઓડિશાનાં ગંજમ જિલ્લામાં ગતરોજ સર્જાયેલ એક ભયાનક માર્ગ અકસ્માતને કારણે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પુરુષોત્તમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાડકાપલ્લી ચોક પાસે પૂરઝડપે દોડતી બસે એક ઓટો-રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા છ શ્રદ્વાળુઓનાં મોત થયા હતા. મળતી માહિતી મુજબ, એક જ પરિવારના 10થી વધુ સભ્યો એક ઓટો રિક્ષામાં બેસીને પ્રસિદ્ધ સિંહાસિની મંદિરે દર્શને જઈ રહ્યા હતા.

તે દરમિયાન પુરુષોત્તમપુર નજીક એક ઝડપી બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે ઘાયલ મુસાફરોને તાબડતોબ કોડાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ વધુ ત્રણ લોકોને મૃત જાહેર કરતા મૃત્યુઆંક છ પર પહોંચ્યો છે. જયારે અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને વધુ સારવાર માટે MKCG મેડિકલ કોલેજ, બહેરામપુર ખાતે રિફર કરવામાં આવ્યા છે.