તાજા સમાચાર
થાઈલેન્ડે હવે 90થી વધુ દેશો માટેની 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરશે | અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા હજારો ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી એક મોટો ઝટકો | ઓડિશાનાં ગંજમ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માત : બસ-રીક્ષાનાં અકસ્માતમાં છ શ્રદ્વાળુઓનાં મોત નીપજયાં | કર્મચારીઓનાં ખર્ચમાં ઘટાડો અને વ્યાજના બોજમાં ઘટાડો થવાથી ભારતીય કંપનીઓને ફાયદો થયો | આરબીઆઇએ નાણાંકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને આશરે 2.87 લાખ કરોડ રૂપિયાનો રૅકોર્ડબ્રેક સરપ્લસ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તમામ પેટ્રોલ પંપો માટે કડક આદેશ જાહેર કર્યો, જાણો શું છે આ આદેશ |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
થાઈલેન્ડે હવે 90થી વધુ દેશો માટેની 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરશે | અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા હજારો ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી એક મોટો ઝટકો | ઓડિશાનાં ગંજમ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માત : બસ-રીક્ષાનાં અકસ્માતમાં છ શ્રદ્વાળુઓનાં મોત નીપજયાં | કર્મચારીઓનાં ખર્ચમાં ઘટાડો અને વ્યાજના બોજમાં ઘટાડો થવાથી ભારતીય કંપનીઓને ફાયદો થયો | આરબીઆઇએ નાણાંકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને આશરે 2.87 લાખ કરોડ રૂપિયાનો રૅકોર્ડબ્રેક સરપ્લસ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તમામ પેટ્રોલ પંપો માટે કડક આદેશ જાહેર કર્યો, જાણો શું છે આ આદેશ |

થાઈલેન્ડે હવે 90થી વધુ દેશો માટેની 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતીય પ્રવાસીઓનું ફેવરિટ થાઈલેન્ડ હવે 90થી વધુ દેશો માટેની પોતાની પ્રખ્યાત 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરી રહ્યું છે. આ મોટા નિર્ણયના કારણે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. જો તમે બેંગકોક, પટાયા કે ફુકેટ જવાનું વિચારતા હોવ તો આ અપડેટ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે હવે પૂરતી તૈયારી વિના લાંબા સમય સુધી થાઈલેન્ડમાં રોકાવું સરળ નહીં રહે. કોરોના પછી પ્રવાસનને વેગ આપવા થાઈલેન્ડે 60 દિવસની વિઝા-ફ્રી સુવિધા આપી હતી, જેનો ભારતીયોએ ઘણો લાભ લીધો હતો. જોકે, કેટલાક વિદેશી નાગરિકો દ્વારા આ સુવિધાનો દુરુપયોગ કરી ઓવરસ્ટે કરવાના અને ગેરકાયદેસર બિઝનેસ ચલાવવાના કિસ્સા સામે આવ્યા હતા.

આથી, સુરક્ષા વધુ ચુસ્ત કરવા અને આવી પ્રવૃત્તિઓ રોકવા થાઈ સરકારે હવે આ કડક પગલું ભર્યું છે. થાઈ સરકાર હવે જૂના દ્વિપક્ષીય કરારોના આધારે એન્ટ્રી નિયમો નક્કી કરશે, જેથી ભારતીયો માટે વિઝા-ફ્રી સ્ટે 60 દિવસથી ઘટીને ફરી 30 દિવસનો થઈ શકે છે. જોકે, જરૂર પડ્યે થાઈ ઇમિગ્રેશન વિભાગમાંથી જરૂરી ફી અને દસ્તાવેજો દ્વારા વધુ 30 દિવસનું એક્સ્ટેન્શન મેળવી શકાશે. આ માટે વિઝા પોલિસી કમિટી દરેક દેશની સ્થિતિની અલગથી સમીક્ષા કરશે. થાઈલેન્ડે ઓવરસ્ટે અને ગેરકાયદે બિઝનેસ રોકવા ઇમિગ્રેશન સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ કરી ‘Thailand Digital Arrival Card’ સિસ્ટમ લાગુ કરી છે. આ પેપરલેસ સિસ્ટમથી પ્રવાસીઓનો તમામ રેકોર્ડ ઓનલાઇન રહેશે, જેથી એરપોર્ટ પર પ્રક્રિયા ઝડપી બનશે અને વારંવાર એન્ટ્રી લેતા લોકોની સરળ ઓળખ થતાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થશે. થાઈલેન્ડની અર્થવ્યવસ્થા પર્યટન પર નિર્ભર હોવાથી આ નિર્ણય આશ્ચર્યજનક છે. જોકે, મોટાભાગના ભારતીયો 7થી 15 દિવસની ટૂંકી ટ્રિપ પર જતા હોવાથી સામાન્ય પ્રવાસીઓ પર આની મોટી અસર નહીં થાય, પણ તેમણે પ્લાનિંગ સાવચેતીપૂર્વક કરવું પડશે. માત્ર ડિજિટલ નોમેડ્સ અને લાંબા વેકેશનવાળા લોકોએ નવા નિયમો મુજબ તૈયારી રાખવી પડશે. નિયમો કડક થયા છે પણ ભારતીયો માટે થાઈલેન્ડ જવાના દરવાજા બંધ નથી થયા.