Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરત : મારામારીના ગુનામાં નાસતા બે ભાઈઓ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત : કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી અને મહાવ્યથાના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા બે સગા ભાઈઓને સુરત ગ્રામ્ય SOG પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે.એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. ગિરિરાજસિંહ અને એ.એસ.આઈ. જિતેન્દ્રભાઇને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે ગુનાના બે આરોપીઓ કામરેજ ચાર રસ્તા બ્રિજ નીચે ઉભા છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી સચીન ઉર્ફે સોનુ બચનસિંહ જાદોન (ઉંમર વર્ષ ૩૧) અને ક્રિષ્ના બચનસિંહ જાદોન (ઉંમર વર્ષ ૨૩) આ બે આરોપીઓની ધરપકડ કરી હતી.આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના વતની છે અને હાલ કામરેજના કસ્તુરી બિલ્ડિંગ નજીક રહેતા હતા. તેમની સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. પોલીસે બંને આરોપીઓને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે કામરેજ પોલીસને સોંપ્યા છે.