Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બારડોલી અને મહુવામાંથી બે મોટરસાયકલ ચોરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત : જિલ્લામાં વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે બારડોલીઅને મહુવા વિસ્તારમાંથી બે અલગ-અલગ બાઈક ચોરી થવાની ઘટનાઓ સામે આવી છે. પોલીસ દ્વારા બંને મામલે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ પલસાણાના વરેલી ખાતે કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા નવલકિશોર જગદીશભાઈ પાલ ગત ૨૮ જૂનના રોજ રાત્રે પોતાના મિત્ર સાથે બાર્ડોલી સ્ટેશન રોડ પર આવેલી ખાઉધર ગલીમાં જમવા માટે આવ્યા હતા. તેમણે પોતાની કાળા કલરની સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જીજે/૧૯/બીપી/૬૫૪૪ જલારામ ફાસ્ટફૂડ સામે પાર્ક કરી હતી. રાત્રે ૧૦ વાગ્યે જમીને પરત આવતા બાઈક તે જગ્યા પર ન હતી. આજુબાજુમાં અને સીસીટીવી કેમેરામાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે ઓનલાઈન ‘ઈ-એફઆઈઆર’ નોંધાવી હતી, જેના આધારે બાર્ડોલી પોલીસે આશરે રૂ. ૬૫,૦૦૦ની કિંમતની બાઈક ચોરીનો ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ મલેશ વિનાયક બોરસેને તપાસ સોંપી છે.

બીજી ઘટના મહુવા તાલુકાની છે, જ્યાં અંધાત્રી ગામે રહેતા અને વરાછા (સુરત) ખાતે હીરા ઘસવાની મજૂરી કરતા રસિકલાલ મણીલાલ ચૌધરી પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઈક નંબર જીજે/૦૫/એફએમ/૧૫૯૩ રોજ મહુવા બસ સ્ટેશન પાસે પાર્ક કરીને સુરત નોકરી પર જતા હતા. ગત ૨૨ જૂનના રોજ સવારે સવા છ વાગ્યે તેમણે બાઈક પાર્ક કરી હતી અને રાત્રે સાડા નવ વાગ્યે પરત ફરતા બાઈક ગાયબ હતી. કોઈ અજાણ્યો ચોર ઈસમ રૂ.૨૦,૦૦૦ની કિંમતની આ મોટરસાયકલનું લોક તોડી ચોરી કરી નાસી ગયો હતો. અંગત કામોમાં વ્યસ્ત હોવાથી રસિકલાલે મોડી ફરિયાદ નોંધાવી હતી. મહુવા પોલીસે આ અંગે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ તેરસિંગ વળાવીને આગળની તપાસ સોંપી છે.પોલીસે આ બંને ગુના નોંધીને ચોર ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.