તાજા સમાચાર
અર્નબ વાવાઝોડાનાં કારણે હવે ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું | દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટના બની, આ હુમલામાં અત્યાર સુધી 27 લોકોનાં મોત | મહારાષ્ટ્ર સરકારે 358માંથી 265 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી | અર્નબ વાવાઝોડાનાં કારણે છત્તીસગઢમાં અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદ, સામાન્ય જનજીવન ખોરવાયું | મધ્યપ્રદેશમાં ગણેશ વિસર્જન બાદ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ : પંડાલમાં વીજળીનો કરંટ ફેલાઈ જવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં | નાગાલેન્ડમાં છેલ્લા બે દિવસ દરમિયાન દારૂ પીવાથી 19 લોકોનાં મોત નીપજ્યાં |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
અર્નબ વાવાઝોડાનાં કારણે હવે ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું | દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટના બની, આ હુમલામાં અત્યાર સુધી 27 લોકોનાં મોત | મહારાષ્ટ્ર સરકારે 358માંથી 265 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી | અર્નબ વાવાઝોડાનાં કારણે છત્તીસગઢમાં અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદ, સામાન્ય જનજીવન ખોરવાયું | મધ્યપ્રદેશમાં ગણેશ વિસર્જન બાદ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ : પંડાલમાં વીજળીનો કરંટ ફેલાઈ જવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં | નાગાલેન્ડમાં છેલ્લા બે દિવસ દરમિયાન દારૂ પીવાથી 19 લોકોનાં મોત નીપજ્યાં |

ઝારખંડ પેપર લીક કાંડમાં મોટો ખુલાસો: FRO-ACFની સીટ માટે કરોડોની વસૂલાત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાંચી: ઝારખંડના JPSC પેપર લીક કાંડની CID તપાસમાં મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા અભય તિવારીએ પૂછપરછમાં જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે FRO અને ACFની પરીક્ષાની સીટ અપાવવાના નામે ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

CID મુજબ FROની એક સીટ માટે રૂ.20થી 25 લાખ અને ACF માટે રૂ.30થી 35 લાખ સુધીની રકમ નક્કી કરાઈ હતી. અભય અને તેના સાથીઓએ FROના 12 તથા ACFના 8 ઉમેદવારો પાસેથી કુલ રૂ.5.80 કરોડ જેટલી વસૂલાત કરી હતી. આ 20માંથી 19 ઉમેદવારો પાસ થયા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.બીજી તરફ, પરીક્ષાની ડેપ્યુટી ડિરેક્ટર શ્વેતા ગુપ્તાએ CID સમક્ષ આપેલા નિવેદનમાં તત્કાલીન અધ્યક્ષ એલ. ખ્યાંગતે પર પરિણામ જાહેર કરવા દબાણ કરવાનો આરોપ મૂક્યો છે. તેમનો દાવો છે કે તેઓ પરિણામ જાહેર કરવા ઈચ્છતા નહોતા.

તપાસમાં JPSC અને પરીક્ષા સંચાલક એજન્સી સાથે જોડાયેલા કથિત વચેટિયાઓની ભૂમિકા પણ સામે આવી છે. હાઈકોર્ટમાં દાખલ PILને મેનેજ કરવા માટે રૂ.3 કરોડની ડીલ થયાનો દાવો પણ અભયના નિવેદનમાં કરવામાં આવ્યો છે. CID હવે સાનંદ પ્રકાશ, રવિ માસ્ટર સહિત અન્ય કથિત દલાલોની શોધખોળ કરી રહી છે.