Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મધ્યપ્રદેશમાં ગણેશ વિસર્જન બાદ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ : પંડાલમાં વીજળીનો કરંટ ફેલાઈ જવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મધ્યપ્રદેશનાં મંડલા જિલ્લાનાં નૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા હીરાપુર ગામમાં ગણેશ વિસર્જન બાદ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. પંડાલમાં અચાનક વીજળીનો કરંટ ફેલાઈ જવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગતરોજ ગણેશ વિસર્જનની વિધિ પૂર્ણ કર્યા બાદ લોકો પરત ફર્યા હતા અને થાકને કારણે પંડાલમાં બનેલા મંચ પર જ ઊંઘી ગયા હતા. મોડી રાત્રે અથવા વહેલી સવારે અચાનક પંડાલમાં વીજળીનો કરંટ ફેલાઈ જવાથી ત્યાં ઊંઘી રહેલા લોકો તેની ચપેટમાં આવી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, પંડાલમાં કરંટ ફેલાવાનું કારણ શોર્ટ સર્કિટ અથવા વીજળીનો કોઈ મુખ્ય તાર તૂટી જવાનું હોઈ શકે છે.

જોકે, આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોમાં અને મૃતકોના પરિવારજનોમાં ભારે અફરા-તફરી તેમજ શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મંડલાના એડિશનલ પોલીસ અક્ષિક શિવ કુમાર વર્માએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ગણેશ પંડાલમાં કરંટ ફેલાવાથી 4 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. પોલીસ અને પ્રશાસન દ્વારા સંયુક્ત રીતે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે આખરે કરંટ કઈ રીતે ફેલાયો હતો.(સૌજન્ય)