Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઝારખંડના ગિરિડીહ વિસ્તારમાં જંગલી ભમરીનાં હુમલાઓએ ભારે હાહાકાર મચાવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઝારખંડના ગિરિડીહ વિસ્તારમાં જંગલી ભમરીનાં હુમલાઓએ ભારે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 25 દિવસમાં જ ભમરીના ઝેરી ડંખના કારણે પાંચ લોકોનાં મોત નીપજયાં છે, જ્યારે અલગ-અલગ વિસ્તારોમાં 200થી વધુ લોકો આ હુમલાનો શિકાર બન્યા છે. 60 થી વધુ લોકોને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક તબીબોના જણાવ્યા મુજબ, આ ભમરીનો ડંખ અત્યંત ઝેરી અને ખતરનાક હોય છે. ડંખ મારતા જ શરીરમાં અસહ્ય બળતરા, સોજો અને એલર્જિક રિએક્શન આવે છે.

છેલ્લા 4-5 વર્ષોમાં આ વિસ્તારમાં ભમરીના હુમલાથી 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. આ જંગલી ભમરીની ઓળખ ‘એશિયન જાયન્ટ હોર્નેટ’ તરીકે કરવામાં આવી છે. આ ભમરી લગભગ 1.5 થી 2 ઇંચ લાંબી હોય છે અને તેના શરીર પર વાઘ જેવી પીળી અને કાળી પટ્ટીઓ હોય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ભમરી શરીર પર ચોંટી જાય પછી જલ્દી છોડતી નથી અને સતત ડંખ મારતી રહે છે. વન વિભાગના રેન્જરના જણાવ્યા અનુસાર, આ પ્રજાતિ અન્ય કોઈ વિસ્તારમાંથી અહીં સ્થળાંતરિત થઈ હોવાની શક્યતા છે.(સૌજન્ય)