Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વટવા ગામનો બનાવ : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચારનાર આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ શહેરનાં વટવા પોલીસ મથકે BNS અને પોક્સો એક્ટની કલમ અંતર્ગત 27 વર્ષીય આરોપી કમલેશ ભુરીયા સામે ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એ.બી.ભટ્ટે, સરકારી વકીલ કે.જી.જૈનની દલીલો 14 સાહેદ અને 21 દસ્તાવેજી પુરાવા તપાસીને આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. કેસને વિગતે જોતા ગત 02 જૂન, 2024ના રોજ ફરિયાદી અને તેમની પત્ની મજૂરી કામે ગયા હતા.

તેમની 17 વર્ષની સગીર દીકરી વટવા ગામ કડીયાનાકા પાસેથી ગુમ થઈ ગઈ હતી. અમદાવાદ અને વતનમાં શોધખોળ કર્યા બાદ ભાળ ન મળતાં, પિતાએ 07 જૂન, 2024ના રોજ વટવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર અને આરોપી મળી આવતાં તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી ભોગ બનનારને લગ્ન કરવાની અને ફરવાની લાલચ આપીને બારેજા, બાવળા તથા પોતાની ફોઈના ઘરે દાહોદ લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, ભોગ બનનાર સગીર વયની હોવાથી કાયદા મુજબ તેની સંમતિ કાયદેસર ગણાતી નથી.

આરોપી પરિણીત હોવાથી તે લગ્ન કરી શકે તેમ ન હતો, છતાં તેણે સગીરાને ફોસલાવીને અપહરણ કર્યું હતું. ભોગ બનનારની જુબાની, ડૉક્ટર સમક્ષ આપેલી મેડિકલ હિસ્ટ્રી અને CRPCની કલમ 164 મુજબનું મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન એકસમાન અને સુસંગત માલૂમ પડ્યા હતા. કોર્ટે સગીરાને 04 લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.(સૌજન્ય)