તાજા સમાચાર
અર્નબ વાવાઝોડાનાં કારણે હવે ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું | દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટના બની, આ હુમલામાં અત્યાર સુધી 27 લોકોનાં મોત | મહારાષ્ટ્ર સરકારે 358માંથી 265 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી | અર્નબ વાવાઝોડાનાં કારણે છત્તીસગઢમાં અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદ, સામાન્ય જનજીવન ખોરવાયું | મધ્યપ્રદેશમાં ગણેશ વિસર્જન બાદ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ : પંડાલમાં વીજળીનો કરંટ ફેલાઈ જવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં | નાગાલેન્ડમાં છેલ્લા બે દિવસ દરમિયાન દારૂ પીવાથી 19 લોકોનાં મોત નીપજ્યાં |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
અર્નબ વાવાઝોડાનાં કારણે હવે ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું | દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટના બની, આ હુમલામાં અત્યાર સુધી 27 લોકોનાં મોત | મહારાષ્ટ્ર સરકારે 358માંથી 265 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી | અર્નબ વાવાઝોડાનાં કારણે છત્તીસગઢમાં અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદ, સામાન્ય જનજીવન ખોરવાયું | મધ્યપ્રદેશમાં ગણેશ વિસર્જન બાદ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ : પંડાલમાં વીજળીનો કરંટ ફેલાઈ જવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં | નાગાલેન્ડમાં છેલ્લા બે દિવસ દરમિયાન દારૂ પીવાથી 19 લોકોનાં મોત નીપજ્યાં |

દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટના બની, આ હુમલામાં અત્યાર સુધી 27 લોકોનાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દક્ષિણ આફ્રિકામાં ભયાનક અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતાં સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. દેશના બે મુખ્ય શહેરો નજીક થયેલા આ ભીષણ હુમલાઓમાં અત્યાર સુધીમાં 27 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે જોહાનિસબર્ગના દક્ષિણ-પશ્ચિમમાં આવેલી ‘વેડેલા ટાઉનશિપ’ના એક બારમાં લોકો સંગીતના તાલ પર નૃત્ય કરી રહ્યા હતા અને ડ્રિંક્સ માણી રહ્યા હતા. તે જ સમયે AK-47 રાઇફલ અને પિસ્તોલ જેવા આધુનિક શસ્ત્રોથી સજ્જ અજ્ઞાત હુમલાખોરો ત્રાટક્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

આ ઘટનામાં 17 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગોળીઓનો અવાજ ગૂંજતાં જ લાશોના ઢગલા થઈ ગયેલા જોવા મળે છે. બીજી લોહિયાળ ઘટના રવિવારે વહેલી સવારે આશરે 1 વાગ્યે કેપ ટાઉન નજીક આવેલા ‘લવાંડલે’ વિસ્તારમાં બની હતી. અહીં એક સ્ટોર પર ત્રાટકેલા હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ફાઇરિંગમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના થોડા દિવસો પહેલા જ પૂર્વ કિનારે આવેલા ડરબન શહેર નજીક એક હાઉસ પાર્ટીમાં થયેલા ગોળીબારમાં સગર્ભા મહિલા સહિત 11 લોકોના મોત થયા હતા. સાઉથ આફ્રિકન પોલીસ સર્વિસે જણાવ્યા મુજબ, હુમલો કોણે અને કયા કારણોસર કર્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. બંને બનાવોમાં મલ્ટિપલ શૂટર્સ (એકથી વધુ હુમલાખોરો) સંકળાયેલા હોવાના પ્રાથમિક અહેવાલો છે. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.(સૌજન્ય)