તાજા સમાચાર
અર્નબ વાવાઝોડાનાં કારણે હવે ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું | દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટના બની, આ હુમલામાં અત્યાર સુધી 27 લોકોનાં મોત | મહારાષ્ટ્ર સરકારે 358માંથી 265 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી | અર્નબ વાવાઝોડાનાં કારણે છત્તીસગઢમાં અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદ, સામાન્ય જનજીવન ખોરવાયું | મધ્યપ્રદેશમાં ગણેશ વિસર્જન બાદ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ : પંડાલમાં વીજળીનો કરંટ ફેલાઈ જવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં | નાગાલેન્ડમાં છેલ્લા બે દિવસ દરમિયાન દારૂ પીવાથી 19 લોકોનાં મોત નીપજ્યાં |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
અર્નબ વાવાઝોડાનાં કારણે હવે ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું | દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટના બની, આ હુમલામાં અત્યાર સુધી 27 લોકોનાં મોત | મહારાષ્ટ્ર સરકારે 358માંથી 265 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી | અર્નબ વાવાઝોડાનાં કારણે છત્તીસગઢમાં અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદ, સામાન્ય જનજીવન ખોરવાયું | મધ્યપ્રદેશમાં ગણેશ વિસર્જન બાદ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ : પંડાલમાં વીજળીનો કરંટ ફેલાઈ જવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં | નાગાલેન્ડમાં છેલ્લા બે દિવસ દરમિયાન દારૂ પીવાથી 19 લોકોનાં મોત નીપજ્યાં |

અર્નબ વાવાઝોડાનાં કારણે હવે ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બંગાળની ખાડીમાં ઉઠેલા અર્નબ વાવાઝોડાંએ હવે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ઉત્તરપ્રદેશના 63 જિલ્લામાં સામાન્ય કરતાં 19 ગણો વરસાદ પડયો હતો. અનેક જિલ્લામાં વૃક્ષો, કાચી દિવાલો અને મકાનો તૂટી પડતાં 42 લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. ઝારખંડમાં વંટોળિયા વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

બિરસા મુંડા એરપોર્ટ પર છ ફ્લાઈટ રદ કરાઈ હતી. ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદના કારણે ફરી એક વખત ચારધામ યાત્રા સસ્પેન્ડ કરાઈ હતી. અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા પર ત્રાટક્યા પછી શનિવારે છેક ઉત્તર પ્રદેશ સુધી તેની અસર જોવા મળી હતી. ઉત્તર પ્રદેશમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો અને તોફાની પવન ફૂંકાયો હતો. અલગ અલગ જિલ્લાઓમાં વૃક્ષો, કાચી દિવાલો અને મકાન પડવાની ઘટનાઓમાં 42 લોકોનાં મોત નીપજ્યાં હતા.

અવધ ક્ષેત્રમાં 23 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે બુંદેલખંડ અને મધ્ય ઉત્તર પ્રદેશમાં આઠ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ઉત્તરપ્રદેશના 63 જિલ્લાઓમાં સામાન્યથી વધુ વરસાદ ખાબક્યો હતો. કેટલાક જિલ્લામાં ફ્લેશ ફ્લડનું જોખમ સર્જાયું હતું. મૂશળધાર વરસાદ, વાવાઝોડાં અને તિવ્ર પવન ફુંકાવાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઊભા પાકને નુકસાન થયું હતું જ્યારે રાજ્યમાં કુલ 100 થી વધુ ઘરોને નુકસાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં સામાન્ય કરતાં 19 ઘણો વધુ વરસાદ નોંધાયો હતો.(સૌજન્ય)