ભાવનગરઃ રાજ્યને હચમચાવી મૂકનાર ઝેરી દારૂકાંડમાં વધુ ત્રણ દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો છે. સર ટી હોસ્પિટલમાં હજુ ૮ દર્દી સારવાર હેઠળ છે, જેમાં બેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ઘોઘા રોડના અવિનાશ પરમાર અને ભરતનગરના ૩૫ વર્ષીય હાર્દિક કિલજીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બ્રેઈનડેડ જાહેર કરાયેલા સંજયસિંહ ડોડિયાનું સુરતની હોસ્પિટલમાં મોત થયું હતું.બીજી તરફ, સારવાર બાદ સ્વસ્થ થયેલા ૨૬ અસરગ્રસ્તોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. દરમિયાન પોલીસે તપાસ તેજ કરી છે. જૂની પોલીસ લાઈન સામેના ગ્રાઉન્ડમાંથી ‘રોયલ સ્ટેગ’ની બે ખાલી બોટલો મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



