સુરત: દેશભરમાં ચકચાર મચાવનાર રૂ.212.87 કરોડના શંકાસ્પદ સાયબર ટ્રાન્ઝેક્શનના કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા મુખ્ય આરોપી રાજદીપ રણજીતભાઈ ધાંધલ (29)ને સુરત સાયબર ક્રાઈમ સેલે અમરોલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
પોલીસે આરોપીના રહેણાંક સ્થળેથી 3 મોબાઈલ, 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક, 11 સિમકાર્ડ, 7 રબર સ્ટેમ્પ, 1 સ્વાઈપ મશીન અને 35 QR કોડ સહિત રૂ.29 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બોગસ ફર્મોના નામે વિવિધ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવી, એકાઉન્ટ દીઠ રૂ.40 હજાર કમિશન મેળવી બેંક કિટ, ચેકબુક અને ડેબિટ કાર્ડ સાયબર માફિયાઓને આપતો હતો. પોલીસે 154 બેંક ખાતાઓની તપાસ કરતાં રૂ.212,87,97,974ના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે.NCRPની તપાસમાં આ ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાં 410 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ ખુલ્યું છે, જેમાં રૂ.40.54 કરોડની સીધી છેતરપિંડી સામે આવી છે. આરોપીની પૂછપરછમાં સાયબર ફ્રોડ નેટવર્કના વધુ આરોપીઓ અને કૌભાંડ અંગે મોટા ખુલાસા થવાની શક્યતા છે.




