Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News: દરેક જિલ્લામાં હવે એન્ટી નાર્કોટિક્સ વિંગ, ૭ દિવસમાં કામગીરી શરૂ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર: ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના આદેશથી હવે દરેક જિલ્લા અને શહેરમાં ડેડિકેટેડ એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) કાર્યરત કરાશે. આગામી ૭ દિવસમાં તમામ યુનિટ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.ANWમાં કુલ ૮ પોલીસકર્મીઓની ટીમ રહેશે અને તે માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર જ કામગીરી કરશે. જિલ્લા કક્ષાએ યુનિટ પોલીસ અધિક્ષકના સીધા સુપરવિઝન હેઠળ રહેશે. ડ્રગ્સ પેડલરો અને હોટસ્પોટ્સ પર સતત નજર રાખી કડક કાર્યવાહી કરવામાં આવશે.સ્થાનિક પોલીસને પણ NDPSના ગુનાઓ શોધવાના રહેશે. ANWની તપાસ દરમિયાન સ્થાનિક પોલીસની બેદરકારી જણાશે તો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે NDPS હેઠળ ૩,૭૦૦થી વધુ ગુના નોંધ્યા, ૫,૩૪૬ આરોપીઓની ધરપકડ કરી અને રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.