તાપી પોલીસે જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. વાલોડ અને વ્યારા પોલીસ મથક વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી પોલીસે કુલ ૩૦ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસ કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત જુગારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાજપુરા પુલ ફળિયામાં ૬ ઝડપાયા : વાલોડ પોલીસની કાર્યવાહીમાં બાજપુરા ગામના પુલ ફળિયામાં જાહેર જગ્યાએ જુગાર રમતા છ શખ્સો ઝડપાયા હતા. જેમાં હરીતલાલ બળવંતલાલ રાઠોડ (ઉં.વ. ૩૮), કાંતિલાલ હીરજીભાઈ કીમર (ઉં.વ. ૫૪), લાભાભાઈ બાબુભાઈ રાઠોડ (ઉં.વ. ૫૫), કમલેશભાઈ અરવિંદભાઈ રાઠોડ (ઉં.વ. ૩૦), શ્યામભાઈ રતિલાલભાઈ રાઠોડ (ઉં.વ. ૪૭) અને મહેશભાઈ રમણભાઈ રાઠોડ (ઉં.વ. ૫૨)નો સમાવેશ થાય છે. તમામ બાજપુરા પુલ ફળિયા, તા. વાલોડના રહેવાસી હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે.
વાલોડની અન્ય કાર્યવાહીમાં ૧૯ ઝડપાયા : વાલોડ પોલીસની અન્ય બે કાર્યવાહીમાં કુલ ૧૯ શખ્સો ઝડપાયા હતા. જેમાં જયેશભાઈ ભગવાનદાસ પટેલ, અમિતકુમાર ઈશ્વરભાઈ પ્રજાપતિ, અંકિત અમરતભાઈ ભંડારી, વિપુલભાઈ કાકરાભાઈ રાઠોડ, રણજીતભાઈ રાકેશભાઈ રાઠોડ, ચેતનકુમાર દિપકભાઈ રાઠોડ, અજયભાઈ સુરેશભાઈ ગામીત, રાકેશકુમાર ઈશ્વરભાઈ તપસ, ચેતનભાઈ ભરતભાઈ પટેલ, મોહન રફીકભાઈ મેમણ, દિપકભાઈ શામજીભાઈ ગામીત અને નિતેશભાઈ સુરજભાઈ ગામીતનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વિપુલભાઈ અરવિંદભાઈ ચૌધરી, વિજયભાઈ બાબુભાઈ ચૌધરી, દર્શનકુમાર જગદીશભાઈ ચૌધરી, નટુભાઈ વજનભાઈ ગામીત, મહેશભાઈ કિરણભાઈ ગામીત, ધર્મેશભાઈ કિશોરભાઈ ચૌધરી અને પંકજભાઈ બાબુભાઈ ચૌધરી સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
વ્યારા પોલીસની કાર્યવાહીમાં ૫ ઝડપાયા : વ્યારા પોલીસની કાર્યવાહીમાં અરવિંદભાઈ રમાભાઈ ગામીત, સુરેશભાઈ કાળાભાઈ ગામીત, જયેશભાઈ સામાભાઈ ગામીત, શૈલેશભાઈ જયંતીભાઈ ગામીત અને મયુરભાઈ શિવાભાઈ ગામીત મળી કુલ ૫ શખ્સોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસના દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર રમવાના સાધનો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાલોડ અને વ્યારા વિસ્તારમાં થયેલી સળંગ પોલીસ કાર્યવાહીને પગલે જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા જિલ્લામાં જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી રહી છે.




