નર્મદા: સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આવેલા શ્રી યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે ફેઝ-2 હેઠળ રૂ.13.02 કરોડના પ્રોજેક્ટને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મંજૂરી આપી છે. પ્રોજેક્ટ અંતર્ગત બે નવા ટોઇલેટ બ્લોક, ટ્રસ્ટની જગ્યામાં ધર્મશાળા તેમજ મંદિરના ગર્ભગૃહનું રિનોવેશન કરવામાં આવશે.
અગાઉ ફેઝ-1માં રૂ.11.33 કરોડના ખર્ચે ધર્મશાળા, સેન્ટ્રલ વિસ્ટા, પાર્કિંગ, પાથવે, પ્રવેશદ્વાર અને 295 દુકાનો સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી હતી. ફેઝ-2ના કામોથી શ્રદ્ધાળુઓને વધુ સુવિધા મળવાની સાથે દેવમોગરાના ધાર્મિક પ્રવાસન અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની આશા છે.




