ગાંધીનગર: શિક્ષક દિન નિમિત્તે આયોજિત ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬’ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૪૦ ઉત્કૃષ્ટ શિક્ષકોને પારિતોષિક, પ્રશસ્તિપત્ર અને સન્માન રાશિ આપી સન્માનિત કર્યા હતા.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર ભણાવતો નથી, પરંતુ આવનારી પેઢીને પ્રેરણા અને સંસ્કાર પણ આપે છે. સમારોહમાં શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, એવોર્ડી શિક્ષકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.




