તાજા સમાચાર
અર્નબ વાવાઝોડાનાં કારણે હવે ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું | દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટના બની, આ હુમલામાં અત્યાર સુધી 27 લોકોનાં મોત | મહારાષ્ટ્ર સરકારે 358માંથી 265 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી | અર્નબ વાવાઝોડાનાં કારણે છત્તીસગઢમાં અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદ, સામાન્ય જનજીવન ખોરવાયું | મધ્યપ્રદેશમાં ગણેશ વિસર્જન બાદ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ : પંડાલમાં વીજળીનો કરંટ ફેલાઈ જવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં | નાગાલેન્ડમાં છેલ્લા બે દિવસ દરમિયાન દારૂ પીવાથી 19 લોકોનાં મોત નીપજ્યાં |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
અર્નબ વાવાઝોડાનાં કારણે હવે ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું | દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટના બની, આ હુમલામાં અત્યાર સુધી 27 લોકોનાં મોત | મહારાષ્ટ્ર સરકારે 358માંથી 265 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી | અર્નબ વાવાઝોડાનાં કારણે છત્તીસગઢમાં અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદ, સામાન્ય જનજીવન ખોરવાયું | મધ્યપ્રદેશમાં ગણેશ વિસર્જન બાદ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ : પંડાલમાં વીજળીનો કરંટ ફેલાઈ જવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં | નાગાલેન્ડમાં છેલ્લા બે દિવસ દરમિયાન દારૂ પીવાથી 19 લોકોનાં મોત નીપજ્યાં |

ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજનાં પ્રોફેસરનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના એસોસિયેટ પ્રોફેસરનો તેમના જ બંધ ફ્લેટમાંથી ડી-કમ્પોઝ હાલતમાં શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં સમગ્ર મેડિકલ આલમ સહિત શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભરતનગર પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર, મૂળ અમદાવાદના વતની અને ભાવનગર સરકારી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.કિન્નર એસ. દેસાઈ છેલ્લા ચાર દિવસથી કોલેજમાં ગેરહાજર રહ્યા હતા.

તેમનો સંપર્ક કરવા છતાં ફોન પર કોઈ જવાબ મળતો ન હતો. આથી શંકા જતાં તેમના જ વિભાગના એક સાથી તબીબે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સાથી તબીબની જાણના આધારે ભરતનગર પોલીસ મથકના પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ટોપ-૩ સર્કલ નજીક આવેલી ગોકુળધામ સોસાયટીના કે વિંગ ખાતે પહોંચ્યો હતો. ફ્લેટ અંદરથી બંધ હોવાથી પોલીસે ફાયર બ્રિગેડની મદદ લઈ દરવાજો તોડાવ્યો હતો. દરવાજો ખુલતા જ અંદરથી તીવ્ર દુર્ગંધ આવી હતી અને ડો.દેસાઈનો મૃતદેહ અત્યંત ડી-કમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો.પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ મૃતદેહને પીએમ અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડયો છે. ડો.કિન્નર દેસાઈનું મૃત્યુ કુદરતી છે, અકસ્માત છે કે, પછી અન્ય કોઈ કારણોસર થયું છે તે અંગે હાલ કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. ભરતનગર પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. એક હોનહાર પ્રોફેસરના આકસ્મિક અને શંકાસ્પદ અવસાનથી મેડિકલ કોલેજ પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી.