Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ ભાયલા બ્રિજ ઉપર એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભબકી ઉઠતાં રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ 112 ની ટીમે દર્શાવેલી ત્વરિત કામગીરીને કારણે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ, બ્રિજ પર લક્ઝરી બસમાંથી આગના જ્વાળામુખી જેવા ગોટા નીકળતા જોઈને ઘટના સ્થળ નજીક કેરાળા બ્રિજ પર તહેનાત PCR-1 ટીમ તુરંત જ મદદ માટે આવી ગઈ હતી.

પોલીસ ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચીને સૌથી પહેલાં બસમાંથી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. સ્થિતિની ગંભીરતાને જોઈને 112ની ટીમે તાત્કાલિક ‘એલબી ટેક્સ’ની ફાયર ફાઈટર ટીમને કોલ કરીને સ્થળ પર બોલાવી લીધી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાઇવે પર ટ્રાફિક જામ ના સર્જાય અને અન્ય વાહન ચાલકો સુરક્ષિત રહે તે માટે પોલીસે તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ટ કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સમયસર મળેલી મદદના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી અને મોટી હોનારત ટળી ગઈ હતી.(સૌજન્ય)(File Photo)