Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ૨૦ વર્ષ જૂના કેસ ખોલવામાં આવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

‘સર’ કામગીરી મુદ્દે વિવાદોમાં ઘેરાયેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષ અને વિદ્યાર્થી સંગઠનોએ મોરચો માંડયો છે ત્યારે હવે કેરળ સરકારે કેરળ લોક નિર્માણ વિભાગના સચિવપદે તેમણે આચરેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં ભ્રષ્ટાચારના આરોપો ઉપરાંત ૨૦૦૬માં મલેશિયાના સિવિલ એન્જિનિયર લી સી બીનની આત્મહત્યાના કેસ સાથે તેમનું નામ જોડાયું છે. કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગુનાઈત ગબનના આરોપો બદલ વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ૨૦ વર્ષ જૂના એક મોટા વહીવટી અને ભ્રષ્ટાચારનો કેસ ફરી ખોલવામાં આવ્યો છે.

આ કેસ વર્ષ ૨૦૦૬નો છે જ્યારે ૧૯૮૮ની બેચના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર કેરળ સરકારમાં લોક નિર્માણ વિભાગ (પીડબલ્યુડી)ના સચિવ તરીકે તૈનાત હતા. મલયાનકીઝુ વેણુગોપાલ તરફથી નોંધાવાયેલી ફરિયાદ પછી કેરળ સરકારે આ પગલું લીધું છે. ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે ૨૦૦૬માં પીડબલ્યુડી સચિવ તરીકે જ્ઞાનેશ કુમારે કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ માર્ગ નિર્માણના કોન્ટ્રાક્ટ આપવામાં ભારે નાણાકીય ગડબડો અને ભ્રષ્ટાચાર આચર્યો હતો. વિવાદ વધતા ૨૦૦૬ના અંત પહેલાથી જ જ્ઞાનેશ કુમારને પીડબલ્યુડીના સચિવ પદેથી હટાવીને ટ્રાન્સફર કરી દેવાઈ હતી.

તે સમયે પણ એક પ્રારંભિક તપાસ થઈ હતી, પરંતુ ફરિયાદીનો આરોપ હતો કે, જૂની તપાસને કોઈપણ તાર્કીક નિષ્કર્ષ પર પહોંચ્યા વિના દબાણ હેઠળ બંધ કરી દેવાઈ હતી. આ સિવાય જ્ઞાનેશ કુમાર એક મલેશિયન પ્રોજેક્ટ મેનેજરની આત્મહત્યાના કેસમાં પણ સંડોવાયેલા છે. કેરળ માર્ગ પ્રોજેક્ટમાં પીએટીઆઈ-બીઈએલ નામની ભારત-મલેશિયાની સંયુક્ત કંપની કામ કરતી હતી. આ કંપનીના મુખ્ય પ્રોજેક્ટ મેનેજર અને મલેશિયન નાગરિક લી સી બીને ૨૦૦૬માં મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુરમાં આત્મહત્યા કરી લીધી હતી.(સૌજન્ય)