વડોદરા જિલ્લાનાં તાંજલજા વિસ્તારમાં પતિએ પત્નીને બેરહેમીથી મારમારી પતાવી દેવાની ધમકી આપતાં પત્નીએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, મહિલા પરિણીતાએ વર્ષ ૨૦૨૪માં તાંદલજાના આઝમીર સાથે લગ્ન કર્યા હતા.
જોકે લગ્ન બાદ નાની-નાની બાબતે ઝઘડા થતા હતા. મહિલાને હતું કે પતિ અન્ય સ્ત્રીઓ સાથે વાતો કરતો હોવાથી તેને અટકાવતી હતી જેથી ઉશ્કેરાયેલ પતિએ તેને મારમારી ફાયબરની પાઇપ વડે માર માર્યો હતો. જેથી પત્નીને પગે અને હાથે ફ્રેક્ચર થતાં સારવાર લેવી પડી હતી. ઘટના અંગે પોલીસે મહિલાની ફરીયાદના આધારે પતિ સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)




