Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હાલ વડોદરા શહેરમાં 7.80 લાખ લોકોને પાણીની કટોકટીનો સામનો કરવો પડશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા શહેરમાં પાણીની નવી ફીડર લાઇનનું જોડાણ અને ફ્લો મીટર બેસાડવાની કામગીરીના કારણે અંદાજે 7.80 લાખ લોકોને પાણીની કટોકટીનો સામનો કરવો પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પોઈચાની 900 મીમી વ્યાસની મુખ્ય ફીડર લાઇન સાથે ઉંડેરા પાણીની ટાંકી, કરોડિયા બુસ્ટર તથા ગોરવા-અંકોડિયા ટી.પી.-1 બુસ્ટરની ફીડર નળિકાનું જોડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોઈચા મુખ્ય ફીડર લાઇન પર છાણી બ્રિજ નીચે તથા ઇલોરા પાર્ક ત્રણ રસ્તા પાસે ફ્લો મીટર બેસાડવાની કામગીરી પણ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત મુજબ તારીખ 9 ઓક્ટોબર નારોજ સવારના પાણીના ઝોન બાદ ગોરવા, સુભાનપુરા, વડીવાડી, અકોટા, કલાલી ટાંકી તેમજ સુભાનપુરા બુસ્ટર વિસ્તારમાં બપોર અને સાંજનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં. જ્યારે તારીખ 10 ઓક્ટોબરના રોજ સવારનું પાણી પણ બંધ રહેશે.

ત્યારબાદ બપોર અને સાંજના ઝોનમાં પાણી ઓછા દબાણે, ઓછા સમય માટે તેમજ વિલંબથી આપવામાં આવશે.
આ કામગીરીના કારણે શહેરના મોટા વિસ્તારની અંદાજે 7.80 લાખની વસ્તીને પાણી માટે હાલાકી ભોગવવાનો વારો આવશે. ખાસ કરીને બે દિવસ સુધી પાણી પુરવઠાના સમયમાં ફેરફાર અને ઓછા દબાણની અસરથી નાગરિકોને મુશ્કેલી થશે.(સૌજન્ય)