Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

લાલ દરવાજા વિસ્તારમાંથી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપતો એક યુવક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપતા એક યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપી ફોર્સના જવાનો જેવા કપડાં પહેરીને ફરતો હતો અને લોકો પર રોફ જમાવવા માટે પેન્ટ પર CISFના DSPનું બનાવટી ઓળખપત્ર લગાવ્યું હતું. પોલીસે તેની પાસેથી નકલી ઓળખપત્ર સહિત કુલ 11,120 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ, તારીખ 5 ઑક્ટોબર નારોજ લાલ દરવાજા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. તેના આધારે પોલીસની ટીમે સરદાર બાગ પાસેથી ફોર્સ જેવા કપડાં પહેરીને ફરતા શંકાસ્પદ યુવકને અટકાવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં યુવક લોકો સમક્ષ પોતે CISFનો DSP હોવાની ખોટી ઓળખ આપતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતાં આરોપી મૂળ પંજાબનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. તેનું પૂરું નામ અઝમા એ સિકંદર મોહંમદ અખ્તર કમ્બોઝ અને ઉંમર 31 વર્ષ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીની તપાસ દરમિયાન પોલીસને CISFના DSPનું બનાવટી ઓળખપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ ફોન અને 1,120 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે કુલ 11,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી કોઈ સરકારી અધિકારી કે રાજ્ય સેવક ન હોવા છતાં જાહેર સ્થળે સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખનો ઉપયોગ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે પ્રાથમિક કાર્યવાહી બાદ આરોપીને વધુ તપાસ માટે કારંજ પોલીસને સોંપ્યો હતો. કારંજ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)