Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજસ્થાનનાં ચુરુ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોનાં મોત નીપજ્યાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજસ્થાનનાં ચુરુ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા છ લોકોના કરુણ મોત નીપજ્યાં હતા. સાદુલપુર વિસ્તારમાં એક ઝડપી ટ્રકે પાછળથી કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યો અને કારના ડ્રાઈવર સહિત કુલ છ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયા હતા. જ્યારે અકસ્માતમાં સાત મહિનાની એક નાની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેને વધુ સારવાર માટે ચુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તારાનગર વિસ્તારના સોમસીસર ગામનો એક પરિવાર ગોગામેડીમાં દેવીના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો.

તે દરમિયાન દદરેવા ગામ પાસે તેમની કારને પાછળથી આવી રહેલા એક ટ્રકે ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે, કારમાં સવાર લોકોને બચવાનો સમય જ ન મળ્યો. અકસ્માત બાદ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને દદરેવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ છ લોકોને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હઠ ધરી હતી. આ  અકસ્માતને કારણે સોમસીસર ગામ સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.(સૌજન્ય)