તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

ધમોડી ગામે દેશી દારૂ બનાવી વેચાણ કરનાર એક ઝડપાયો, એક વોન્ટેડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ધમોડી ગામેથી વગર પાસ પરમિટે દેશી દારૂ બનાવી વેચાણ કરનાર એક ઈસમ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે આ કામે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુનાની પેટ્રોલીગમાં નીકળ્યા હતા.

તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ધમોડી ગામનાં ગોવાળી ફળિયામાં રહેતો એક ઈસમ પોતાના રહેણાકની બાજુમાં આવેલ પજારીનાં ભાગે દેશી દારૂની ભઠ્ઠી ચાલવી દેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળા જગ્યા પર જઈ રેઈડ કરતા સ્થળ ઉપર એક ઈસમ હાજર મળી આવ્યો હતો જોકે પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગામીત (રહે.ધમોડી ગામ, ગોવાળી ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું અને દેશી દારૂની ભઠ્ઠીમાં દેશી બનાવવા માટે ગોળ કોણી પાસેથી લાવો છો તેવું પોલીસે પૂછતા આ ગોળ મહાવીર મીયારામ ગુજ્જર (રહે.ગતાડી ગામ, નિશાળ ફળિયું, સોનગઢ) નાઓની કિરાણાની દુકાનેથી લઈ આવું છું કહેતા પોલીસે મહાવીર ગુજ્જરને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવાના સાધનો જેમાં એલ્યુમીનીયમનો હાંડલો, એક પિત્તળની દેગડી, 8 લીટર દેશી, ગરમ વોશ 10 લીટર અને ઠંડો વોશ 45 લીટર સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.