Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વ્યારા : કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે 6 યુવકો ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના મુસા રોડ ઉપર સર્જન સોસાયટી સામે ત્રણ રસ્તા ઉપર રવિવારના રોજ બપોરનાં સમયે એક સફેદ કલરની ટોયોટા કંપનીની ફોર્ચુનર કાર નંબર GJ/18/BG/6678માંથી વગર પાસ પરમિટે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બ્લેન્ડરસ પ્રાઈડ રેર પ્રીમીયમ વ્હિસ્કી 750 મીલીવાળી કંપની શીલ બંધ 5 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 2,500/- હતી.

જયારે કારમાં સવાર જયેશ કિરણભાઈ કિકાણી (રહે.સરથાણા, જકાતનાકા સરથાણા, સુરત), ઋત્વિક બાલુભાઈ કિકાણી (રહે.સરથાણા, જકાતનાકા સરથાણા, સુરત), નિમેશ રમેશભાઈ વૈષ્ણવ (રહે.વિવેકાનંદ સોસાયટી, સનાથલ, અમદાવાડ) મીત કમલેશભાઈ સોજીત્રા (રહે.યોગીરાજ સોસાયટી, યોગી ચોક, સુરત), આદિત્ય ભૂપેનકુમાર મહીડા (રહે.પડિયા, તિલક ફળિયું, ઓલપાડ, સુરત) અને દિવ્યાંગ રાજેશભાઈ પટેલ (રહે.વડદરા કોલી ચકલા ફળિયું, તા.વીરપુર, મહિસાગર) નાંઓને વાહન ચેકીગમાં ઝડપી પાડી વ્યારા પોલીસે ઈંગ્લીશ દારૂની 5 નંગ બોટલ, 5 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 70,000 /- તથા ફોર્ચુનર કાર જેની કિંમત રૂપિયા 20,00,000 મળી કુલ રૂપિયા 20,72,500/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.