Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી વધારો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશના 5 રાજ્યોમાં ગઈકાલે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને હવે પરિણામની જ રાહ જોવાઈ રહી છે ત્યારે આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ ગયો છે. આ વધારો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર થયો છે અને તેની કિંમતમાં 21 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.

આજથી તમારે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ગયા મહિને એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 1775.50 રૂપિયા હતી. જ્યારે બીજી બાજુ રાહતના સમાચાર એ છે કે સબસિડીવાળા 14.2 કિગ્રા ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય એલપીજી સિલિન્ડર ગ્રાહકોને ન તો કોઈ રાહત મળી છે કે ન તો તેમના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે.

આજથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો કર્યો છે તેના પર એક નજર કરીએ. આજથી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 1796.50, કોલકાતામાં 1908, મુંબઈમાં રૂ. 1749.00 તથા ચેન્નઈમાં રૂ. 1968.50 થઈ ચૂકી છે. ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 નવેમ્બરે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો.