Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પત્નીએ પ્રેમી સાથે મળીને કરોડપતિ શિક્ષક પતિનો કાંટો કાઢી નાખ્યો,ઠંડા કલેજે પતિનું મર્ડર કરતા ચકચાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરોડપતિ શિક્ષક પતિનો કાંટો કાઢી નાખ્યો હતો અને એની ત્રણ કરોડની વીમા પોલિસી હડપ કરી જવાનું કાવતરું ઘડયું હતું, પરંતુ પોલીસે તપાસ કરતાં હત્યાનો ભાંડો ફૂટયો હતો. મિસ્ત્રીનું કામ કરતા યુવાન સાથે પ્રેમમાં પડેલી પત્નીએ કાર અકસ્માત કરાવીને પતિના મર્ડરને અંજામ આપ્યો હતો.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગત ૩જી નવેમ્બરે એક સરકારી શિક્ષક રાજેશ ગૌતમનું કાર અકસ્માતમાં મોત થયું હતું. વહેલી સવારે ચાલવા નીકળેલા રાજેશને કારે કચડી નાખ્યો હતો.

પતિ મૃત્યુ પામ્યો કે નહીં તેની જાણકારી મેળવવા માટે સ્વરૂપવાન પત્ની પિંકીએ પ્રેમી શેલેન્દ્રને ફોન કરીને પૂછ્યું હતુંઃ એક્સિડેન્ટ હો ગયા ક્યા? પોલીસે પ્રાથમિક તપાસમાં રાજેશનું મોત કાર અકસ્માતમાં થયાનું નોંધ્યું હતું, પરંતુ રાજેશના ભાઈએ પોલીસને હત્યાની શંકા વ્યક્ત કરીને એ દિશામાં તપાસ કરવા વિનંતી કરી હતી. તપાસમાં રાજેશની હત્યા પત્નીના જ કહેવાથી થઈ હોવાનો ભાંડો ફૂટયો હતો.

રાજેશ અને પિંકીના લગ્ન ૨૦૧૨માં થયા હતા અને બંનેને બે સંતાનો પણ છે. રાજેશ ૪૫ કરોડ રૂપિયાની જમીનનો માલિક હતો. પ્રોપર્ટી ડીલર રાજેશ સરકારી શિક્ષક હતો.

ઉંચા પગારની નોકરી હતી, સારી કમાણી હતી. તેણે દોઢ-દોઢ કરોડની બે વીમા પોલિસી પણ કરાવી હતી. તેણે એક પ્રોપર્ટીમાં બાંધકામ કરાવ્યું હતું અને એમાં એક યુવાનને મિસ્ત્રી કામ માટે રોક્યો હતો.

શૈલેન્દ્ર નામનો યુવાન રાજેશના ઘરે આવવા માંડયો હતો અને રાજેશની પત્ની પિંકીને શૈલેન્દ્ર સાથે પ્રેમ થઈ ગયો હતો. પતિની ગેરહાજરીમાં પિંકી પ્રેમી સાથે ઘરમાં જ સંબંધો બનાવતી હતી, પરંતુ હવે તેના માટે એટલું પૂરતું ન હતું. તેને પ્રેમી સાથે લગ્ન કરવા હતા. રાજેશ એ બંનેના સંબંધમાં વચ્ચે આવતો હતો. રાજેશને પણ શૈલેન્દ્ર સાથેના સંબંધોની જાણ થઈ ગઈ હોવાથી બંને વચ્ચે ઝઘડા થતા હતા. તેણે રાજેશને ભોજનમાં ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરી હતી, પણ એ બચી ગયો હતો.

એ પછી બે વખત સોપારી આપી હતી, પણ સોપારી લેનારો પૈસા લઈને નાસી ગયો હતો. આખરે પિંકીએ પ્લાનિંગ કરાવીને પ્રેમીને જ પતિની હત્યા માટે તૈયાર કર્યો હતો ને એ રીતે કરોડપતિ પતિનો કાંટો કાઢી નાખ્યો હતો.