તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ગુજરાતમાં તો અધિકારી નકલી, કચેરીઓ નકલી અને હવે ટોલાનાકું પણ નકલી પકડાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નકલી ઘીથી માંડી નકલી દવા અને દારૂ પણ નકલી વેચાય છે,પણ ગુજરાતમાં તો અધિકારી નકલી, કચેરીઓ નકલી અને હવે ટોલાનાકું પણ નકલી પકડાયું છે.

આ ઘટના મોરબીના વાંકાનેરની છે.અહીં આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાયું છે, જે દોઢેક વર્ષથી ચાલતું હોવાના અને કરોડોની ઉઘરાણી વાહનચાલકો પાસેથી કરી લીધી હોવાના અહેવાલો છે. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ગોરખધંધો ચાલતો હોવાના અહેવાલોએ સૌને સફાળા જાગતા કરી દીધા છે. જોકે આ અહેવાલો બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. રાજ્ય સરકારે સમગ્ર મામલે અહેવાલ મંગાવ્યો છે. જેની સાથે જ 5 અધિકારીઓની ટીમ પણ તપાસમાં લાગી છે.

આ મામલે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ભાજપના આગેવાન સામે ફરિયાદ નોંધાઈ છે.વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાઈ છે. જેની સાથે જ 5 શખ્સ સામે નામજોગ અને અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યાના અહેવાલો છે. જ્યારે સિરામિક કંપનીના માલિક સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. અગાઉ ગુજરાતના પ્રયોજમાં નકલી કચેરી ઝડપાઈ હતી જ્યાંથી કરોડોના સરકારી ફંડની ફાઈલો સાઈન કરાવવામાં આવી હતી.