તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

તાપી જિલ્લામાં યુવાનને લાતથી આડેધડ માર મારી હત્યા કરવાના પ્રકરણમાં ચાર આરોપીઓની અટકાયત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નિઝરના જૂની ગામે હથોડા ગામના ચાર ઇસમોએ એક યુવાનને લાત તથા ડિક્કા મૂકીનો મારમારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનામાં પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના જુના અંતુર્લી ગામમાં રવિન્દ્રભાઈ જબ્બરભાઈ પાડવી તથા તેમના ભાઈ સાગર પાડવી સાથે કુકરમુંડા તાલુકાના હથોડા ગામના ચાર ઈસમોએ ઝઘડો કરી મારામારી કરી હતી,સાગરની સાળીને હથોડા ગામનો યુવાન પ્રેમ કરતો હોય પ્રેમિકાનો મોબાઇલ સાગરની પત્નીએ લઈ લીધો હોવાથી ગાળા ગાળી કરતો હોવાનો જણાવી ધીરજ ઉર્ફે ધીરેશભાઈ પાડવીએ સાળીના મોબાઇલ ઉપર ફોન કરી ગાયત્રી સાથે ગાળ ગલોચ કરતા, સાગર પાડવીએ મોબાઇલ લઇ વાત કરતા સામેથી ધીરજે તેઓને પણ ગાળો આપી હતી અને તારી પત્નીએ મારી પ્રેમિકાનો મોબાઇલ ફોન કેમ લઇ લીધેલો છે ? તેમ કહી નાલાયક ગાળો આપી હતી. અને કહ્યું હતું કે તારામાં હિંમત હોય તો, ગામની વચ્ચે ખુલ્લી જગ્યામાં આવ, અમે અહીં ઉભા છીએ એમ જણાવ્યું હતું.

જેથી સાંજે સાગરનો મોટો ભાઈ રવિન્દ્ર પાડવી પણ સાસરીમાં આવ્યો હોય, સાગરે ભાઈને વાત કરી બંને ભાઈઓ જૂની અંતુર્લી ગામે ગણેશભાઈ નાનાભાઈ પાડવીના ઘરની સામે આવેલી ખુલ્લી જગ્યા પર પહોંચ્યા હતા. જ્યાં ધીરજ અને તેનો મોટોભાઈ જયરાજ પાડવી હથોડા ગામના અન્ય અજાણ્યા બે લોકોને લઈને આવ્યો હતો. ત્યાં જઈ સાગરે ધીરજને તું કેમ મારી પત્નીને મોબાઇલ ઉપર ગાળ આપતો હતો.એમ કહેતા, ધીરજે તારી પત્નીની બહેન મારો પ્રેમ સબંધ છે. અને તારી પત્નીએ મારી પ્રેમિકાનો મોબાઇલ કેમ લઇ લીધો છે કહી બંને ભાઈઓ સાથે નાલાયક ગાળો આપી તેઓએ ઝઘડો કર્યો હતો. મારામારી દરમિયાન બંને ભાઈઓને હથોડાના ઇસમોએ મારમારી તેમજ લાતથી આડેધડ માર્યો હતો ઘટના દરમિયાન રવિન્દ્રભાઈ પાડવીને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું.

યુવાનને આડેધડ માર મારી હત્યા કરનાર આરોપીઓ (૧) ધીરજ ઉર્ફે ધીરેશભાઈ તીરસીંગભાઇ પાડવી (૨) જયરાજભાઈ તીરસીંગભાઇ પાડવી (૩) દિલીપભાઈ પાડવી તથા (૪) અરૂણભાઇ બુટાસીંગભાઇ પાડવી,ની નિઝર પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.