તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

શામગહાન ઘાટમા દૂધ ભરેલ ટેન્કર દીવાલ તોડી ખીણમા ખાબકતા અકસ્માત સર્જાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં દૂધનો જથ્થો ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, રાત્રીનાં અરસામાં મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દુધનો જથ્થો ભરી સુમુલ ડેરી સુરત તરફ જઈ રહેલું શ્રદ્ધા કોર્પોરેશનનું ટેન્કર નંબર GJ/21/V/4560 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા સ્થળ પર ટેન્કર સંરક્ષણ દીવાલ તોડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જોકે આ અકસ્માતનાં બનાવમાં દૂધનાં ટેન્કરનો વાલ્વ ખુલી જતા ક્યારામાંથી કોતરડા તરફ દૂધની નદી વહેવા લાગી હતી. આ બનાવમાં દૂધનો જથ્થો વહી ગયો હતો. જ્યારે ટેન્કરને જંગી નુકસાન થયુ હતુ. આ બનાવમાં ટેન્કર ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નજીવી ઇજાઓ પહોચતા તેઓનો ચમત્કારીક બચાવ થયેલ હોવાની જાણકારી મળી હતી.