Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રમતા રમતા બાળક ચેકડેમમાં પડી જતાં મોત નિપજ્યું, પરિવારમાં છવાઈ શોકની લાગણી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાનાં માંડવી તાલુકામાં આવેલ આંબા ગામ ખાતે એક બાળક રમી રહ્યું હતું. તે દરમિયાન રમતા રમતા ચેકડેમ પાસે પહોંચી ગયું હતું અને આકસ્મિક રીતે ચેકડેમના પાણીમાં ડૂબી જવાથી બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ડાંગના આહવાના સાદડવિહિર ગામના રહેવાસી હાલ પરિવારનું ગુજરાન ચલાવવા મજૂરીકામ અર્થે માંડવીના આંબા ગામે ગામની સીમમાં પરિવાર સાથે પડાવ નાંખી રહેતા ભરતભાઈ હાડગુભાઈ બરડેનો અઢી વર્ષનો દીકરો કાયરૂ ભરતભાઈ રાઠોડ ઘર પાસે રમી રહ્યો હતો.

તે દરમિયાન રમતો રમતો આ અઢી વર્ષનો બાળક નાનખડ ખાડી ઉપર આવેલા ચેકડેમ પાસે પહોંચી ગયો હતો. આકસ્મિક રીતે બાળક ચેકડેમના પાણીમાં પડી ગયો હતો. હાજર લોકોએ બાળકને તાત્કાલિક બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. ફૂલ જેવા દીકરાનું ડૂબી જવાથી મોત થતાં હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. આ ઘટનાની જાણ માંડવી પોલીસને કરાતાં માંડવી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.