Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : થર્મલ પાવર હાઉસ ખાતેથી કોપરની ચોરી, ઉકાઈ પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ઉકાઈ થર્મલ પાવર હાઉસ ખાતે આવેલ યુનિટ નંબર-6ની ચીમનીની બાજુમાં કોલ પ્લાન્ટ-3નાં 6.6 પેનલ રૂમની અંદર મુકેલ બ્રેકર પેનલમાંથી કોપરની ચોરી થયાનો બનાવ પોલીસ મથકે નોંધવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ, ઉકાઈ જી.ઈ.બી. કોલોની રૂમ નંબર/ટાઈપ 1/12માં રહેતા ચેતનભાઈ રામુભાઈ ચૌધરી (ઉ.વ.46., મૂળ રહે.ચંદ્રલોક સોસાયટી, વ્યારા) જેઓ ઉકાઈ થર્મલ પાવર હાઉસ ખાતે છેલ્લા 6 વર્ષથી એકજીક્યુટીવ એન્જીનીયર તરીકે નોકરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. ચેતનભાઈ ચૌધરી નાંએ ગત તારીખ 02/01/2024નાં રોજ ઉકાઈ પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ 01/01/2024નાં રોજ ઉકાઈ થર્મલ પાવર હાઉસ ખાતે આવેલ યુનિટ નંબર-6ની ચીમનીની બાજુમાં કોલ પ્લાન્ટ-3નાં 6.6 પેનલ રૂમની અંદર મુકેલ બ્રેકર પેનલમાંથી કોપરની ત્રણ કોન્ટેકટ એસેમ્બલી જેની કિંમત રૂપિયા 21,000/-ની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ જતાં ઉકાઈ પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.