Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મહુવા તાલુકાના કરચેલીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસનની પ્રતીતિ અને સાચો લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તેવા હેતુ સાથે તાલુકા વહીવટીતંત્ર દ્વારા મહુવા તાલુકાના કરચેલીયા ગામે ૯મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભો, સાધનસહાયનું વિતરણ કરાયું હતું.

તાલુકાના ૪૬ ગામોનું ક્લસ્ટર બનાવી લાભાર્થીઓને ઘરઆંગણે લાભો આપવા સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે. આ સેવા સેતુમાં આધાર કાર્ડ, આવકનો દાખલો, સાત બાર/આઠ-અના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ, નિરાધાર વિધવા સહાય યોજના જેવી અનેકવિધ પ્રજાલક્ષી ૫૨ યોજનાઓના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ મેળવ્યો હતો.