સુરતની સીમાડા ચેક પોસ્ટ પરથી સારોલી પોલીસે 8.700 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે બે નેપાળી યુવાનોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ.11.19 લાખનો મુદ્દામાલ કબજે કરી પુછપરછ હાથ ધરી છે,પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સારોલી પોલીસે મળેલી બાતમીના આધારે રાત્રે સીમાડા ચેક પોસ્ટ પરથી બે નેપાળી યુવાનો પાસેથી 8.700 કિલોગ્રામ ચરસનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.11.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા તેઓ નેપાળથી ચરસનો જથ્થો લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ સુરતમાં આ જથ્થો કોને આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરી હતી.




