Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કારનો કાચ તોડી પાછલી સીટ પર મુકેલી રોકડા રૂ.5.15 લાખ સાથેની લેપટોપ બેગ ચોરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતના ડભોલી ગામમાં રહેતા માટી અને છારૂનો યુવાન વેપારી ગુરુવારે સાંજે ભાઈ ટ્રકમાં ટાયર બદલાવતા હતા ત્યારે વાલક જંકશન પાસે મિથિલા સ્કાય બિલ્ડીંગ સામે કાર પાર્ક કરી ઉભા હતા ત્યારે અજાણ્યો ડ્રાઇવર સાઈડનો પાછળનો કાચ તોડી પાછલી સીટ પર મુકેલી રોકડા રૂ.5.15 લાખ સાથેની લેપટોપ બેગ ચોરી ફરાર થઈ ગયો હતો.

 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડભોલી ગામ વણઝારા વાસમાં રહેતા પંકજભાઇ ડાયાભાઇ વણઝારા ડભોલી ખાતે શ્રીરામ એન્ટરપ્રાઈઝના નામે માટી અને છારૂનો વેપાર કરે છે.ગત ગુરુવારે સવારે પોતાની કાર ( નં.જીજે-05-આરટી-4807 ) લઈ તે ઘરેથી નીકળ્યા હતા અને દિવસ દરમિયાન સુરતની અલગ અલગ કન્સ્ટ્રકશન સાઈટ પર કામ જોવા ગયા હતા.માટી પુરાણખોદકામ વિગેરેના પૈસા ચૂકવી બાકી બચેલા રૂ.5.15 લાખ લેપટોપ બેગમાં મૂકી તે બેગ કારની પાછળની સીટ પર રાખી સાંજે છ વાગ્યે તે વાલક જંકશન પાસે મિથિલા સ્કાય બિલ્ડીંગ સામે પ્રતિભા ટાયર સર્વિસની દુકાન પર તેમનો ભાઈ મોહન ટ્રકમાં ટાયર બદલાવતો હોય ત્યાં ગયા હતા.તેમણે ટાયરની દુકાનની પાસે કાર પાર્ક કરી હતી અને ભાઈ સાથે ઉભા રહ્યા હતા.જોકેટાયર બદલતા વાર લાગતા અડધો કલાક બાદ તે ઘરે જવા માટે પોતાની કાર પાસે પહોંચ્યા ત્યારે ડ્રાઇવર સાઈડનો પાછળનો કાચ તૂટેલો હતો અને ડ્રાઈવર સાઈડનું ટાયર પણ પંક્ચર હતું.અંદર પાછળની સીટ પર મુકેલી પૈસા ભરેલી લેપટોપ બેગ નજરે નહીં ચઢતા પોતાની રીતે તપાસ કર્યા બાદ તેમણે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.