Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજય સરકારે સત્તાવાર રીતે 14449 ડેડિકેટેડ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઓગણજ ટોલટેક્સ પાસે થોડા સમય પહેલાં રાત્રિના સમયે એક દંપતીને વાહનચેકિંગના બહાને રોકી પોલીસ દ્વારા કરાયેલા તોડકાંડ કેસમાં હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલમાં ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિરૂદ્ધની ફરિયાદ માટેનો આ 14449 ડેડિકેટેડ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો.

આગામી પંદર દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત થઇ જશે તેવી ખાતરી પણ સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ આપવામાં આવી હતી. હાઇકોર્ટે આ હેલ્પલાઇન નંબરની બહોળી પ્રસિદ્ધિ અને સામાન્ય લોકોને ખબર પડે તે રીતે જાહેરાત કરવા અને આ અંગે જાગૃતિ ફેલાવવા પણ સરકારને નિર્દેશ કર્યો હતો.

ઓગણજ ટોલટેક્સ પાસે થોડા સમય પહેલાં રાત્રિના સમયે એક દંપતીને વાહનચેકિંગના બહાને રોકી પોલીસ દ્વારા કરાયેલા તોડકાંડ કેસમાં અગાઉ હાઇકોર્ટેરાજય સરકારને નાગરિકોને પોલીસ વિરુદ્ધની કોઇપણ પ્રકારની ફરિયાદ હોય તો તે માટે અલગથી ડેડિકેટેડ હેલ્પલાઇન નંબર જાહેર કરવા અને તેને આનુષંગિક કાર્યવાહી માટે એક વધારાનો સેલ પણ અલગથી ઉભો કરવા નિર્દેશ કર્યો હતો.

જેના અનુસંધાનમાં રાજય સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરી હાઇકોર્ટ સમક્ષ બહુ મહત્ત્વની જાહેરાત કરતાં જણાવાયું કે, સરકાર દ્વારા રાજયમાં કોઇપણ નાગરિકને પોલીસ વિરુદ્ધ કોઇપણ પ્રકારની ફરિયાદ કે વાંધો હોય તો તે હવેથી 14449 નંબર સીધી ફરિયાદ કરી શકશે. રાજય સરકારે સત્તાવાર રીતે 14449 ડેડિકેટેડ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબરની જેમ આ 14449 હેલ્પલાઇન નંબર પણ સતત 24 કલાક રાઉન્ડ ધ કલોક ચાલુ રહેશે અને કોઇપણ વ્યકિત પોલીસ સામેની ગમે તેવી ફરિયાદ હોય તો પણ વિના સંકોચે અને ડર્યા વિના તે સીધી જ નોંધાવી શકશે.