અડાજણ ગુજરાત ગેસ કંપની, અડાજણ ગામ પાસેના કંપાઉન્ડના ગોડાઉનમાં સુરત શહેરના કેટલાક ટુ-વ્હીલરોની સરકારી રેકર્ડ અંતર્ગત તપાસ કરતા પાર્ટ-એ-બી-સી ના મુદ્દામાલ રજિસ્ટરો તેમજ MVACT-૨૦૭ મુજબ (ડિટેઈન) રજિસ્ટર હેઠળ ૧૦૨ જેટલા વાહનો કોઈ ગુનામાં સંકળાયેલા ન હોવાનું જણાયું છે, ઉપરાંત અને આ તમામ વાહનો બિનવારસી હાલતમાં હોવાથી જાણવા જોગ નોંધના કામે કબજે કરવામાં આવ્યા છે. જેથી આ વાહનોના માલિકોએ અડાજણ પોલીસ સ્ટેશનમાંથી ૫ દિવસના વાહન પરત મેળવી લેવા તજવીજ કરી શકે છે એમ અડાજણ પોલીસ સ્ટેશનના પી.આઈ.ની યાદીમાં જણાવાયું છે.




