તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

હોટલમાં પાર્ક કરેલ ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો, રૂપિયા 23 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હિંમતનગર-અમદાવાદ હાઇવે પર આવેલી એક હોટલ પર પાર્ક કરેલી ટ્રકમાંથી રૂપિયા 2.75 લાખની કિંમતની 1488 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. બનાવ અંગે પાયલોટીંગ કરી રહેલી જીપ અને મીની ટ્રક સહિત કુલ 23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનના બુટલેગરો દ્વારા ટ્રકમાં મેડિકલ સાધનોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો અને દારૂ ખરીદનાર મળે તે માટે રાહ જોવામાં આવી રહી હતી. દારૂના જથ્થાને અમદાવાદ સુધી પહોંચાડવા માટે બુટલેગરો દ્વારા પાયલોટીંગ પણ કરવામાં આવતું હતું.

ત્યારે આ સમગ્ર કાંડનો ભાંડો ફૂટી ગયો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી એક મીની ટ્રકમાં દારૂનો જથ્થો લઇને આવી રહેલી ટ્રક હિંમતનગર-અમદાવાદ હાઇવે પર આવેલ આશાપુરામાં ચામુંડા ઢાબાના પાકગમાં છે અને તે ટ્રકને પાયલોટીગ કરવા માટે એક જીપ પણ છે. જેના આધારે પોલીસે રાતના સમયે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે ટ્રકમાંથી દારૂ મળી આવ્યો હતો. જે અમદાવાદ લઇ જવાનો હતો. જે અંગે પોલીસે અશોક ગુર્જર, વિજય ર્ગુ્જર, સુલતાન ગુર્જર, રામસગુન ગુર્જર, મુલચંદ જાટની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ મોકલનારનું નામ ભગવતા મીણા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે ચિલોડો પોલીસ મથકે ગુનો દાખલ કરીને દારૂ અને ટ્રક મળી 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે દારૂ  મોકલનાર શખ્સની પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી.