તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

BSFએ ઝડપાયેલ પાકિસ્તાની ડ્રોનમાંથી દારૂગોળાનો જથ્થો મળી આવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાઝ આવતુ નથી. આતંકવાદને કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામી થઈ રહી છે તેમ છતાં તેમાં સુધારો થઈ રહ્યો નથી. ત્યારે હવે ફરી એકવાર સરહદ પારથી ઉડતું ડ્રોન ભારતમાં આવ્યું, જેને ભારતીય સુરક્ષા દળોએ પકડી પાડ્યું છે. આ ડ્રોનમાંથી ખતરનાક હથિયારો પણ મળી આવ્યા છે. પાકિસ્તાન ક્યારેક સરહદેથી આતંકવાદીઓને ઘુસાડવાની કોશિશ કરે છે તો ક્યારેક ડ્રોન દ્વારા હથિયાર અને ડ્રગ્સની સપ્લાય કરે છે, આ કારણે જ ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનની હરકતો પર ચાંપતી નજર રાખે છે.

ત્યારે પાકિસ્તાન તરફથી આવેલું ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પંજાબના નજીક ફિરોઝપુર જિલ્લામાં પડ્યું હતું. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ આ પાકિસ્તાની ડ્રોનને સમયસર કબજે કરી છે. BSFનાં અધિકારીના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા પાકિસ્તાની ડ્રોનમાંથી દારૂગોળાનો જથ્થો મળી આવ્યો છે. આ ડ્રોન સાથે બાંધેલા પેકેટો ખોલતા, AK-47 એસોલ્ટ રાઇફલ, 2 AK-47 મૈગેઝિન, 40 લાઈવ રાઉન્ડ (7.62 mm) અને 40,000 રૂપિયા મળી આવ્યા હતા. BSFનાં જવાનોએ ડ્રોનની સાથે તમામ વસ્તુઓ કબ્જે કરી લીધી છે. આ ઉપરાંત પાકિસ્તાને આ હથિયારો કોના માટે મોકલ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.