Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા : પીળા ધોતીકુર્તામાં હાથમાં છત્ર લઇને રામમંદિર પહોંચ્યા પીએમ મોદી, કાર્યક્રમ શરૂ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આજે અયોધ્યાનો ખૂણે ખૂણો પરમ આનંદ અનુભવી રહ્યો છે, દરેક દેશવાસીઓના મન પ્રફુલ્લિત છે.પીએમ મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ મંદિર પરિસર પહોંચી ગયા છે.

રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજે બપોરે 12:30 કલાકથી શરૂ થશે. પીએમ પહેલા મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પહોંચ્યા હતા.એ પછી તેઓ હેલિકોપ્ટરથી રામ જન્મભૂમિ પરિસર આવ્યા હતા. તેમણે હેલિકોપ્ટરથી જ અયોધ્યા નગરીનો નજારો કેમેરામાં કેદ કર્યો હતો.દેશવિદેશથી અનેક અતિથિઓ રામમંદિર પહોંચી ગયા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત, યુપી સીએમ યોગી આદિત્યનાથ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વેંકૈયા નાયડુ, મુકેશ-નીતા અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર, રણબીર-આલિયા, કેટરીના-વિકી કૌશલ, જેકી શ્રોફ સહિત તમામ સેલેબ્રિટીઝ કાર્યક્રમમાં સામેલ થવા રામમંદિર પહોંચી ગયા છે. શંકર મહાદેવન, અનુરાધા પૌડવાલ સહિત પ્રસિદ્ધ ગાયકો રામભજન ગાઇને વાતાવરણ રામમય બનાવી રહ્યા છે. સોનુ નિગમના કંઠે ભજન-સ્તુતિ બાદ વાતાવરણમાં દિવ્યતા અનુભવાઇ રહી છે. આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીએ કહ્યું, ‘આ દિવસ ઇતિહાસના પાનામાં લખવામાં આવશે.