Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આહવા ખાતે યોજાનાર ‘પ્રજાસત્તાક દિન’ નિમિત્તે કાર્યક્રમ અંગે રિહર્સલ યોજાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડાંગ જિલ્લા કક્ષાના આહવા ખાતે યોજાનારા પ્રજાસતાક દિન બાબતે, સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિત કરતા ઇન્ચાર્જ કલેક્ટરશ્રીએ પ્રજાસત્તાક દિવસની ગરિમાપુર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા ઇન્ચાર્જ કલેક્ટરશ્રીએ કાર્યક્રમ સ્થળની ચકાસણી સહિત રજૂ થનારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, માહિતીપ્રદ ટેબ્લો, શિસ્તબદ્ધ પરેડ તથા વ્યક્તિ વિશેષના સન્માન સહિતના કાર્યક્રમની વ્યવસ્થાઓ બાબતે પરામર્શ કર્યો હતો.

જિલ્લા અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત ફાળવેલી જવાબદારીઓ પૂર્ણ નિષ્ઠા સાથે સુપેરે બજાવવાની હિમાયત કરતા, કલેક્ટરે કાર્યક્રમનું મિનિટ ટુ મિનિટ રિહર્સલ, પાર્કિંગ વ્યવસ્થા, ડાયસ પ્લાન, એનાઉન્સર, મહાનુભાવોના આગમન સંબંધિત વ્યવસ્થાઓ વિગેરે મુદ્દે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ પણ ઉપયોગી સૂચનો કર્યા હતા. બેઠકની કાર્યવાહી સંભાળતા પ્રાંત અધિકારીએ વિભાગવાર કામગીરી સંદર્ભે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે, વઘઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ખાતળ, તેમજ સુબિર તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગવ્હાણ ખાતે યોજાનાર છે. દરમિયાન આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કાર્યક્રમ સંદર્ભે રિહર્સલ યોજાયું હતું. જેમાં પોલીસ વિભાગ દ્વારા પરેડ રજૂ કરવા સાથે, વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો રજૂ કરાયા હતા. સાથે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજૂ કરાઈ હતી.