કુકરમુંડાનાં મટાવલ ગામે રસ્તામાં મુકેલ લાકડા નડતા હોવાથી ખસેડી લેવા કહેતા શખ્સ ઉપર બે ભાઈઓએ હુમલો કરતા શખ્સ લોહી લુહાણ થતાં સારવાર માટે દવાખાને પહોંચ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કુકરમુંડા તાલુકાનાં મટાવલ ગામમાં રહેતા કૈલાશભાઈ હીરામણભાઈ પાડવી નાંએ રસ્તામાં આડજાતનાં બાળવાનાં લાકડા એકાદ મહિનાથી મુકેલ હતા જેથી ગામમાં જ રહેતા રવીન્દ્રભાઈ સુરપસિંગભાઈ પાડવી નાંએ ગત તારીખ 26/01/2023નાં રોજ રસ્તામાં મુકેલ લાકડા આવવા જવા માટે લોકોને તથા અમને તકલીફ થાય છે તો લાકડા ખસેડી લેવા માટે જણાવ્યું હતું.
જેથી કૈલાશભાઈ પાડવી નાંઓ એકદમ ઉશ્કેરાઈ જઈ રવીન્દ્રભાઈનાં ઘર તરફ દોડી જઈ એક લોખંડનો સળીયો લઈ આવ્યો હતો અને તે જ સમયે તેમનો ભાઈ મુન્નાભાઈ પાડવી નોઓ પણ આવી રવીન્દ્રભાઈએ પકડી રાખ્યો હતો અને કૈલાશભાઈ પાડવીએ નાલાયક ગાળો આપી તેના હાથમાંનાં સળીયાથી રવીન્દ્રભાઈના માથામાં એક સપાટો મારી દીધેલ હતો જેથી રવીન્દ્રભાઈના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેમજ કૈલાશભાઈ કીધું હતું કે, આજે તો તું બચી ગયો છે બીજી વખત મળશે તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જયારે તેનો ભાઈ મુન્નાભાઈ પાડવીએ પણ રવીન્દ્રભાઈને મોઢા ઉપર બે-ત્રણ થપ્પડ મારી નાલાયક ગાળો આપી હતી. જોકે રવીન્દ્રભાઈને ઈજા પહોંચતા નિઝર સી.એચ.સી.માં સારવાર માટે પહોંચ્યા હતા. બનાવ અંગે રવીન્દ્રભાઈ પાડવી નાંએ તારીખ 28/01/2024નાં રોજ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ભાઈ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.




