Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદમાં ટાઈફોઈડના 186થી વધારે કેસ નોંધાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદમાં બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના 288 કેસ અને જોન્ડીસના 97 કેસ સામે આવ્યા છે. બીજી તરફ ટાઈફોડના 186 અને કોલેરાના 7 કેસ નોંધવામાં આવ્યા છે. ઠંડી પડતી હોવા છતા મચ્છરોનો ઉપદ્રવ યથાવત હોવાના કારણે રોગચાળામાં વધારો થયો છે. ડેન્ગ્યુના 36, સાદા મલેરીયાના 9, ઝેરી મેલેરીયાના 5 કેસ નોંધવામાં આવ્યા છે. બીજી તરફ કૉર્પોરેશન તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યો છે કે મચ્છરને કાબૂ કરવા માટે સેમ્પિલંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રોગચાળો બે કાબૂ બનાતા દવાખાનામાં દર્દીઓની કતારો જોવા મળી છે.