તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશના બદાયુથી મહિલા જજ જ્યોત્સના રાયનો મૃતદેહ સરકારી આવાસમાં લટકતો મળી આવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તરપ્રદેશના બદાયુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આજે સવારે મહિલા જજ જ્યોત્સના રાયનો મૃતદેહ સરકારી આવાસમાં લટકતો મળી આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. ડીએમ-એસએસપી સહિત અનેક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહિલા જજ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જોકે હજુ સુસાઇડ નોટ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. આ ઘટના અંગે અધિકારીઓ કંઈપણ કહેવાથી બચી રહ્યા છે. જયારે સવારે નિવાસ સ્થાનના કર્મચારીઓએ જજ જ્યોત્સના રાયની લાશ લટકતી જોઈ હતી. પછી તેઓએ પોલીસ અને અન્ય જજોને જાણ કરી. આ પછી જિલ્લા ન્યાયાધીશ, ડીએમ, એસએસપી, સિટી એસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની સુચના મળતા જ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યોત્સના મૂળરૂપે મઉ જીલ્લાની રહેવાસી હતી. તે બદાયુમાં સિવિલ જજ જુનિયર ડિવિઝનની મુન્સિફ મેજિસ્ટ્રેટ હતી.