Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કુકરમુંડાનાં આમોદા ગામે જુગાર રમાડનાર એક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : કુકરમુંડા તાલુકાનાં આમોદા ગામે વગર પાસ પરમિટે જુગાર રમાડનાર એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો શુક્રવારનાં રોજ સાંજના સમયે ખાનગી વાહનમાં બેસી નિઝર પોલીસ સ્ટેશન બીટ-2નાં વિસ્તારમાં પ્રોહી. તથા જુગારની રેઈડમાં નીકળ્યા હતા.

તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતે કે, આમોદા ગામે રહેતો એક ઈસમ પોતાના ઘરની સામે ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાના હાર જીતનાં આંકડા લખી જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉપર પહોંચી ત્યાં જુગાર રમાડનાર એક ઈસમ જેનું નામ મોહનભાઈ મુરુભાઈ પાડવી (રહે.આમોદા ગામ, નિઝર) નાંને ઝડપી પાડી તેની પાસેથી જુગાર રમાડવાના સાધનોનો મુદામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.