Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢનાં ધંજબા ગામે ચારો કાપવા બાબતે મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ધંજબા ગામે ચારો કાપવા બાબતે થયેલ મારામારીનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ધંજબા ગામનાં ખાખરી ફળિયામાં રહેતા જયંતિભાઈ ગીમીયાભાઈ ગામીત ગત તારીખ 02/02/2024નાં રોજ મોડી સાંજે પોતાના ખેતરમાં શેરડી ભરેલ ટ્રકની પાછળ જતો હતો.

તે સમયે ગામમાં જ રહેતા રાજેશભાઈ મણીલાલભાઈ ગામીત નાંઓ જયંતિભાઈને અહિયા આવ તેમ કહી બોલાવી કહ્યું હતું કે, ‘મારી જમીનની પાળ ઉપરથી ચારો કેમ કાપી લીધો??? તેમ કહેતા જયંતિભાઈએ કહ્યું કે આ ચારો મેં નાથે કાપ્યો પણ સુકમાબેન જનુભાઈ ગામીતે કાપ્યો છે તેમ તેમ કહ્યું હતું જેથી રાજેશભાઈ એકદમ ઉશ્કેરાઈ નજીકમાં આવી અને આ ચારો તેજ કાપ્યો છે તેમ કહી જયંતિભાઈને મારમારીને જમીન ઉપર ફેંકી દીધો હતો જેથી જયંતિભાઈને કમરના ભાગે ફેક્ચર કરી તેમજ જયંતિભાઈ સાથે ગાળા ગાળી કરી કહેવા લાગેલ કે આજે તો ઓછો માર માર્યો છે હવે પછી ચારો કાપશે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે જયંતિભાઈએ તારીખ 03/02/2024નાં રોજ સોનગઢ પોલીસ મથકે રાજેશભાઈ ગામીત વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.