તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સુરતમાં ઘર પાસે રમી રહેલી બાળકીને કુતરાએ ફાડી ખાધી, તપાસ કરતાં વાડીમાંથી બાળકીની લાશ મળી આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે. રખડતા શ્વાને ચાર વર્ષની બાળકીનો ભોગ લીધો છે. પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગર નજીક એક બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો હતો. મધ્ય પ્રદેશથી ગુજરાન ચલાવવા માટે આવેલા પરિવાર પર બાળકીને મોતથી આભ તૂટી પડ્યું. માસુમ બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, પરંતું ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી.

સુરતમાં રખડતા શ્વાનોએ એક બાળકીનો ભોગ લીધો છે. ચાર વર્ષની બાળકી શ્વાનોએ હુમલો કર્યો અને એટલી હદ સુધી તેને બચકાં  ભર્યા કે એ બાળકીનું મૃત્યુ થઈ ગયું. પાંડેસરાના સિદ્ધાર્થ નગર પાસે આ ઘટના બની. બાળકી ઘર નજીક રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. વાલીઓ તેની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે તે નજીકમાં આવેલી વાડીમાંથી મળી આવી. બાળકી મળી ત્યારે તેના શરીર પર કૂતરાના બચકાના અસંખ્ય નિશાન હતા. પરિવારે શ્વાનના હુમલાથી ઘાયલ બાળકીને તરત હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડી પરંતુ તેને ન બચાવી શકાય.