Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગરમાં ઓવરટેક કરવા બાબતે ઝગડો કરી યુવાનને માર માર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરના ઉવારસદની કર્ણાવતી ડેન્ટલ કોલેજનો વિદ્યાર્થી જીમમાં કસરત કરીને કાર લઈ હોસ્ટેલના ગેટ આગળ પહોંચતા જ એક્ટિવા ઉપર આવેલા બે શખ્સો સહીતના મળતિયાઓએ ઓવરટેક કરવા બાબતે ઝગડો કરી ફિલ્મી ઢબે ગડદાપાટુ – લાકડીઓ વડે માર માર્યો હતો. તેમજ કારના કાચ પણ તોડી નાખતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના ઉવારસદની કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં બેચલર ઓફ ડીઝાઇનીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો મૂળ પંજાબનો પાર્થ અમિતભાઇ પ્રેમવીર ધીર ગત તા. 14 મી ફેબ્રુઆરીની રાતના આઠેક વાગે તેના મિત્ર વ્યોમ હરગોવિંદભાઇ દેસાઇ સાથે સરગાસણમાં જીમ કરવા માટે ગયો હતો.

બાદમાં જીમમાં કસરત કર્યા પછી વ્યોમ તેને કારમાં કર્ણાવતી કોલેજના બોય્ઝ હોસ્ટેલના ગેટ આગળ ઉતારવા માટે ગયો હતો. એ વખતે રાતના દસેક વાગ્યાના અરસામાં એક્ટિવા ઉપર બે અજાણ્યા ઈસમો ત્યાં પહોંચ્યા હતા અને ગાડી ફૂલ સ્પીડમાં ચલાવી એક્ટિવાને ઓવરટેક કરવા બાબતે ઝગડો કરી ગાળા ગાળી કરવા લાગ્યા હતા. આ દરમિયાન બન્ને ઈસમોનું ઉપરાણું લઈને અન્ય માણસો હાથમાં લાકડીઓ લઈને પહોંચ્યા હતા. હજી બંને મિત્રો કઈ સમજે એ પહેલાં જ અજાણ્યા માણસોએ વ્યોમની ગાડીનો આગળનો કાચ લાકડીઓ મારીને તોડી નાખ્યો હતો. બાદમાં બધાએ ભેગા મળીને બંને મિત્રોને ગડદાપાટુ – લાકડીઓનો ઢોર માર મારી વાળ ખેંચી બંનેના ચશ્મા પણ તોડી નાખ્યા હતા. એ અરસામાં પોલીસ પહોંચી છતાં ઈસમોએ તેઓને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે ઝગડો કરનાર ઈસમો પૈકી એક ઇસમનું નામ શર્વીન પટેલ હોવાનું પાર્થને જાણવા મળ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.