Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગરમાં હોમિયોપેથી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને ફી સહિતના મુદ્દે ગોંધી રખાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરમાં આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને ગોંધી રાખવાનો મામલો સામે આવ્યો છે. ફી સહિતના મુદ્દે 4 કલાકથી વિદ્યાર્થીઓને ગોંધી રાખ્યાનો આરોપ લાગ્યો છે. જે પછી 2 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ગાંધીનગરમાં હોમિયોપેથી મેડિકલ કોલેજમાં ગોંધી રખાયેલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યુ છે. 2 વિદ્યાર્થિનીઓ બેભાન થતાં દોડધામ મચી ગઇ છે. કોલેજના મુખ્ય પ્રવેશદ્વાર પર વિદ્યાર્થિનીઓ બેભાન બનીને પટકાઇ હતી. ફી સહિતના મુદ્દે 4 કલાકથી વિદ્યાર્થીઓને ગોંધી રાખ્યાનો આરોપ છે. વધારાની 15 હજાર ફી મામલે વિદ્યાર્થીઓને હેરાનગતિનો આક્ષેપ છે. વિદ્યાર્થીઓની ફરિયાદ મળતાં ABVPના આગેવાનો કોલેજમાં હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ છેલ્લા 2 મહિનાથી આચાર્ય પણ કોલેજ ન આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. અંતે કોલેજના આચાર્યએ મામલો થાળે પાડયો હતો. વિદ્યાર્થીઓ પાસે વધારાના ઉઘરવાયેલા 15000 પરત કરાશે. અન્ય ખર્ચના નામે ઉઘરાંવાયેલા તમામ પૈસા કોલેજ પરત કરશે.